મિત્રતા: એક સબંધ કે કઈ વિશેષ?
હમણા જ "મિત્રતા દિવસ" (ફ્રેંડશીપ ડે) ગયો. કોલેજ માં ભણતા ત્યારે તો સવારના પોરમાં જ "હેપી ફ્રેંડશીપ ડે" ના મેસેજ આવવા માંડતા. ત્યારે વૉટ્સએપ્પ જેવું કઈ નહોતું એટલે એસએમએસ નું રાજ હતું. મને યાદ છે કે 30 રૂપિયા માં એક મહિના ના 2000 એસએમએસ "ફ્રી" મળતા. એ જુદી વાત છે કે સાલા ત્રીસ રૂપિયા આપીને પણ કોઈ વસ્તુ "ફ્રી" કેવી રીતે હોઈ શકે? શંશોધન નો વિષય ખરો! આમેય 2021 થી પીએચડી ની ઉપાધિ ની ઉપાધિ વધવાની જ છે! (તા.ક. શિક્ષણ ક્ષેત્ર માં કામ ન કરતા હોય તેવા લોકો ને છેલ્લું વાક્ય ઇગ્નોર કરવા વિનંતી!). આ વખતે તો મારી બે વરસ ની દીકરી ને આજુ બાજુ વાળા બાળકો ફ્રેંડશીપ બેલ્ટ બાંધી ગયા એટલે ખબર પડી કે હવે આપણો (અને કદાચ "આપ" નો પણ) જમાનો ગયો! મૂળ વિષય પાર આવીયે તો મિત્રતા એ એક કૈક વિશેષ છે. ઘણા બધા લોકો એને અન્ય સંબંધો થી ઉપર માંને છે. મેં પણ છેલ્લી દિવાળી માં મિત્રો ને ના મળાયું તો ઇમોશનલ અત્યાચાર કરતી કવિતા લખેલી! એની વાત પછી ક્યારેક .મિત્રતા એક એવો સબંધ છે જેને પરિભાષિત કરવો અઘરો છે. એની વ્યાખ્યા બાંધવી પણ ખુબજ અઘરી છે. એક તો મિત્રતા માં સંપૂર્ણ...