મિત્રતા: એક સબંધ કે કઈ વિશેષ?

હમણા જ "મિત્રતા દિવસ" (ફ્રેંડશીપ ડે) ગયો. કોલેજ માં ભણતા ત્યારે તો સવારના પોરમાં જ "હેપી ફ્રેંડશીપ ડે" ના મેસેજ આવવા માંડતા. ત્યારે વૉટ્સએપ્પ જેવું કઈ નહોતું એટલે એસએમએસ નું રાજ હતું.  મને યાદ છે કે 30 રૂપિયા માં એક મહિના ના 2000 એસએમએસ "ફ્રી" મળતા. એ જુદી વાત છે કે સાલા ત્રીસ રૂપિયા આપીને પણ કોઈ વસ્તુ "ફ્રી" કેવી રીતે હોઈ શકે? શંશોધન નો વિષય ખરો! આમેય 2021 થી પીએચડી ની ઉપાધિ ની ઉપાધિ વધવાની જ છે! (તા.ક. શિક્ષણ ક્ષેત્ર માં કામ ન કરતા હોય તેવા લોકો ને છેલ્લું વાક્ય ઇગ્નોર કરવા વિનંતી!). આ વખતે તો મારી બે વરસ ની દીકરી ને આજુ બાજુ વાળા બાળકો ફ્રેંડશીપ બેલ્ટ બાંધી ગયા એટલે ખબર પડી કે હવે આપણો  (અને કદાચ "આપ" નો પણ) જમાનો ગયો!

મૂળ વિષય પાર આવીયે તો મિત્રતા એ એક કૈક  વિશેષ છે. ઘણા બધા લોકો એને અન્ય સંબંધો થી ઉપર માંને  છે. મેં પણ છેલ્લી દિવાળી માં મિત્રો ને ના મળાયું તો ઇમોશનલ અત્યાચાર કરતી કવિતા લખેલી! એની વાત પછી ક્યારેક .મિત્રતા એક એવો સબંધ છે જેને પરિભાષિત કરવો અઘરો છે. એની વ્યાખ્યા બાંધવી પણ ખુબજ અઘરી છે.

એક તો મિત્રતા માં સંપૂર્ણ પણે વ્યક્તિ સ્વાતંત્ર હોય છે. તમે તમારા મિત્રો કોણ હશે ને કોણ નહી એ જાતે નક્કી કરી શકો છૉ જે બીજા ઘણા સંબંધો માં શક્ય નથી. બીજે રીતે જોઈએ તો મિત્ર એ કોઈ પણ હોઈ શકે. માતા, પિતા, ભાઈ, બહેન, બોસ (*) કોઈ પણ. મિત્રતા ને ના  ભાષા નડે નો દેશ, ના જાતિ નડે નો પ્રજાતિ. સાચી મિત્રતા મા સ્ત્રી પુરુષ નો ભેદ પણ નો આવે.

આ જ તર્ક ને થોડો આગળ વધારીએ તો દરેક સંબંધ માં મિત્રતા નું તત્વ હોય તો 'ક્યાં કેહના' (શું કેવું પ્રીટી ઝિન્ટા?!). પછી એ સંબંધ પતિ - પત્ની, ભાઈ - બહેન, ભાઈ-ભાઈ, પિતા-પુત્ર, માતા-પુત્ર વગેરે કોઈ પણ હોય. અરે! હું તો બે વ્યક્તિ વચ્ચે ના "પ્લેટોનિક લવ" ને પણ મિત્રતા ના જ ચશ્મા થી જોવાનું પસંદ કરીશ.

જે સંબંધ માં મિત્રતા નું તત્વ હશે તે સંબંધ ને સાચવવો નહીં પડે. તે આપો આપ સચવાઈ જશે. એનો તમને ભાર નહિ લાગે. એ સંબંધ કુદરતી લાગશે - કૃત્રિમ નહિ. આવા સંબંધો માં ગેરસમજણો પણ ઝડપથી ઉકેલાઈ જાય છે.

કહેવાનું તાતપર્ય એટલું જ કે દરેક સંબંધ માં મિત્રતા નો અંશ લાવાનો પ્રયત્ન કરવા જેવો ખરો કેમકે મિત્રતા એ સંબંધો નું અમૃત બનવાની ક્ષમતા ધરાવે છે!








Popular posts from this blog

An Organizational Behaviour Case Study

Cognitive / Behavioral Biases in Investment Journey- Part - I

Training Needs Analysis and BCG Matrix - A Conceptual Write-Up