Khodiyar Maata...

મિત્રો! આજે વાત કરીશું ખોડિયાર માતા ની. માં એ માં, બાકી બધા વગડા ના વા. બસ એવીં  જ મારી ખોડિયાર માં! ખોડિયાર ખોટી નથી, ખોટાની ખોડિયાર નથી!

વાત છે આજથી લગભગ 1200 વર્ષ પેહલાની. રોહિશાળા નામનું એક ગામ. એમાં એક ગઢવી રહે. ગુજરાત માં ચારણ લોકો ગઢવી ના નામે પણ ઓળખાય. ગઢવી એટલે ગંધર્વો ના વંશજ. માતા સરસ્વતી ના ચાર હાથ એમના પાર. એમના ગળામાં ખુદ સરસ્વતી બિરાજમાંન. રોહિશાળા એ વલભીપુર રાજ્ય નું ગામ. હાલનું ભાવનગર કહી શકાય.

એ રોહિશાળા ના ગઢવીન નું નામ મામદ જી. મામદ જી એ રાજા શીલભદ્ર નો ખાસ સલાહકાર. મિત્ર પણ કહી શકો. રાજા એની સાથે બધી બાબતે ચર્ચા કરે. રોજના કલાકો ના કલાકો એ રાજા ને મામદ જી વચ્ચે ની વાતો માં જાય. 

બસ. શું જોઈએ? દુશ્મનો ની ક્યાં તંગી હોય સારા માણસો ને? રાજા ના ઘણા મંત્રીઓ ને મામદ જી ની ઈર્ષા આવે. ને એમને બહુ પ્રયત્નો કાર્ય મામદજી અને રાજા ની મિત્રતા તોડાવવા ના. પણ કઈ થયું નહિ.

પણ આ ઈર્ષાળુંઓ ને એક સફળતા મળી. એમને રાણી ને સમજાવ્યા કે આ મામદ જી અને એમના પત્ની ને લગ્ન ના વર્ષો પછી પણ સંતાન નથી. એમની રાજમહેલ માં હાજરી અશુભ કહેવાય. 

બીજા દિવસે એમને રાજમહેલ માં દરબાનો એ જવા ન દીધા. એમને મામદ જી ને કહુયું કે રાજા તમારો  અશુંભ ચહેરો જોવા નથી માંગતા. કેમકે તમે બાંજ છો. 

મામદ જી ને આ વાત લાગી આવી. આથી એમણે અને એમની પત્ની (મીણલદે) નકી કર્યું કે હઠયોગ (કમલ પૂજા) કરી ને શિવજી ને રાજી કરવા. એમણે નકી કયું કે જો ભગવાન પ્રસન્ન ન થાય તો જીવ આપી દઉં. એ લગભગ પોતાનો જીવ આપવાના  હતા ત્યાંજ ભગવાન પ્રસન્ન  થયા. ભગવાને કહ્યું કે તારા નસીબ માં બાળકો નથી. પણ મામદ જી ની ભક્તિ જોઈ ભગવાન એમને નાગલોક માં લઇ ગયા. જાય નાગદેવ સાથે એમની મુલાકાત કરાવી

મામદ જી ની વાત સાંભળી નાગ દેવ ની સાત  દીકરી અને એક દીકરાએ વચન આપ્યું કે તેઓ મામદ જી ને ત્યાં જન્મ લેશે 

આ માટે મામદ જી એ આઠ ઘોડિયા તૈયાર રાખ્યા. અને ખરેખર તેમને ત્યાં આઠ બાળકો નો જન્મ  થયો. એમના એક એટલે જાનબાઈ (ખોડિયાર)

માતા એ ઘણા ચમત્કાર કર્યા મગર એમનું વાહન 

એમનો ભાઈ એકવાર રમતો હતો ત્યારે એક જેરી સાપે એને કરડી ખાધો. એમને બચાવવા માતાજી પોતે નાગલોક માં ગયા અને અમૃત લઇ આયા. આં કામ માં મગરે એમની મદદ કરી. એ આવતા હતા ત્યાં એક પથ્થર એમના પગ માં વાગ્યો તે કોક બોલ્યું કે આ ખોડાતી આવે છે. બસ આમ માતાજી નું નામ પડ્યું ખોડિયાર

માતા જી 1400 ની સાલ માં માટેલ માં પ્રગટ થયા. ભાવનગર ના મહારાજા આતાભાઈ એમના ભક્ત। એમને માતાજી ને પ્રાર્થના કરી તમે માટેલ થી શિહોર આવો. માતાજી એ હા તો પડી પણ એક શરત મૂકી. કે રાજા સાહેબ આગળ ચાલશે ને માતાજી પાછળ 

પણ જો રાજાજી પાછળ જોશે તો માતાજી એમની સાથે નથી આવે. પણ શિહોર પેલા રાજપરા ગામે માતાજી ના પગલાં નો અવાજ ના સાંભળતા રાજા એ પાછળ જોયું। આથી માતાજી ને એમના બેહનો રાજપરા માં જ રહી ગયા.


બોલો ખોડિયાર માતા જી ની જ ય હો!

ખોડિયાર માતાજી નો ઊંડાણ માં ઇતિહાસ વાંચવો હોય તો http://www.khodiyarmandir.com/history.php પર જય શકો છો.


Popular posts from this blog

The Bravest Warrior of War of The Mahabharata "Baliyadev"

An Organizational Behaviour Case Study

A visit to Blind People's Association and Centre for Environment Education, Ahmedabad