નવધા ભક્તિ (રામચરિતમાનસ આધારિત)

નવધા ભક્તિ (રામચરિતમાનસ આધારિત)

ભગવાન પ્રત્યે સમર્પણ દેખાડવું એટલે ભક્તિ. ભક્તિ એટલે 'સ્વ' ની ઓળખ, એવા 'સ્વ' ની ઓળખ, જેનો તમને પરિચય હોવા છતાં નથી. ભક્તિ એટલે મોક્ષ મેળવનાનો અને ઈશ્વર સાથે એકાકાર થવાનો એક ઉત્તમ અને સરળ માર્ગ. 

સંસ્કૃત શબ્દ 'નવવિધ' પરથી નવધા ભક્તિ શબ્દ બન્યો છે. એનો અર્થ થાય છે નવ પ્રકારની અથવા નવ ભાગમાં વહેચાયેલી ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ. 

સનાતન ધર્મમાં મોક્ષ મેળવવાના ઘણા રસ્તા છે. ભક્તિ તેમનો એક છે. બીજા રસ્તાઓ જેવાકે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને યોગ નો માર્ગ પણ છે. 

અહીં જે વિવરણ છે તે રામચરિતમાનસ ના આધારે લખાયું છે. વૈષ્ણવ સંપ્રદાય માં આ પ્રકારની ભક્તિ નો વધુ પ્રચાર અને પ્રસાર થયો છે.

નવધા ભક્તિ બે યુગ માં બે અલગ અલગ વાર કેહવાઈ છે. સતયુગ માં પ્રહલાદ મહારાજે પિતા હિરણ્યકશિપુ ને અને ત્રેતાયુગ માં શ્રી રામે શબરી ને આ અંગે કહ્યું હતું (રામચરતીમાનસ અરણ્ય કાંડ). જોકે આ બંને વચ્ચે થોડો તફાવત જોવા મળે છે. 

માતા શબરીએ જયારે ભગવાન શ્રી રામ ને કહ્યું કે હૂતો નીચ, અધમ અને મંદબુદ્ધિ છું, તો તમારી સ્તુતિ કેવી રીતે કરું? એના જવાબ માં ભગવાન કહે છે કે હું તો માત્ર ભક્તિ ના જ સંબંધ ને ઓળખું છું. અને પછી માતાને કહ્યું હું તમને નવ ભક્તિ નું જ્ઞાન આપું છું. તમે ધ્યાનથી સાંભળજો:

પ્રથમ ભક્તિ છે સંતો નો સત્સંગ 

બીજી ભક્તિ છે મારા (શ્રી રામના) કથા પ્રસંગ માં પ્રેમ

ત્રીજી ભક્તિ છે અભિમાન રહિત ગુરુદેવ ના ચરણ કમળો ની સેવા - આને જ 'ચરણ સેવા ભક્તિ' તરીકે ઓળખવામાં આવે છે 

ચોથી ભક્તિ છે કપટ છોડી ને મારા ગુણોનું ગાન કરવું  - આને જ 'કીર્તન ભક્તિ' તરીકે ઓળખવામાં આવે છે 

મારા (રામ) મંત્ર નો જાપ અને મારામાં દ્રઢ વિશ્વાસ એ જ પાંચમી ભક્તિ છે જે વેદોમાં માં પણ જાણીતી છે 

છઠ્ઠી ભક્તિ છે ઇન્દ્રિયો નો નિગ્રહ - એટલે કે ઇન્દ્રિયો ને વશમાં રાખવું, શીલ (સારો સ્વભાવ અને ચારિત્ર), વૈરાગ્ય અને સંત પુરુષ જેવું   આચરણ  

સાતમી ભક્તિ છે જગત આખાને સમભાવ થી મારા (શ્રી રામમાં ) ઓતપ્રોત જોવું અને સંતો ને મારાથી પણ વિશેષ માનવા.

આઠમી ભક્તિ છે જે કઈ મળે એમાજ સંતોષ માનવો અને સ્વપ્ન માં પણ પારકાના દોષો ને ન જોવા

નવમી ભક્તિ છે સરળતા અને સૌની સાથે કપટરહિત વ્યવહાર કરવો, હૃદય માં મારા પણ વિશ્વાસ રાખવો અને કોઈભી અવસ્થામાં (પરિસ્થિતિ) માં હર્ષ (આનંદ) અને વિશાળ (દુઃખ) ન થવો.

જે પણ પ્રાણી માત્ર માં આ નવ માંથી કોઈ પણ ભક્તિ હશે. એ ભગવાન રામ ને અત્યંત પ્રિય છે.

માતા શબરી માં આ નવ ભક્તિ એક સાથે હતી.

શ્રીમદ્ ભાગવત અને વિષ્ણુપુરાણ માં પણ નવોઢા ભક્તિ નો ઉલ્લેખ છે. એની ચર્ચા ભવિષ્યમાં કરીશું.

જય સિયા રામ 


Popular posts from this blog

An Organizational Behaviour Case Study

Cognitive / Behavioral Biases in Investment Journey- Part - I

Training Needs Analysis and BCG Matrix - A Conceptual Write-Up