નવધા ભક્તિ ભાગ - ૨

નવધા ભક્તિ ભાગ - ૨ 




ભક્તિ શબ્દ 'ભજ' નામના મૂળભૂત શબ્દ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે કોઈ પણ શરતો વગર સેવા કરવી. એનો અર્થ થાય છે સર્વશ્રેઠ ભગવાન તરફ પ્રેમ પૂર્વક જવું . એ ઉત્સાહ થી પ્રતીત થાય છે અને ઉત્કૃષ્ટ થાય છે ન્યાયપૂર્ણ વર્તણુક થકી. 


શ્રીમદ ભાગવત પુરાણમાં શ્રી પ્રહલાદ મહારાજ પોતાના પિતા હિરણ્ય કસ્યપને આ અંગે વાત કરે છે (૭.૫.૨૩)


ચાલો આપણે પણ આ નવધા ભક્તિ નો આસ્વાદ માણીએ:


૧. શ્રવણ: શ્રવણ એટલે ભગવાનના દિવ્ય નામ ને સાંભળવું, એમની લીલા, એમના ગુણ, એમના કાર્યો અંગે સાંભળવું. આવું કરવાથી ભક્તિ ભાવ જાગૃત થાય છે અને આધ્યમિકતાનો માર્ગ મોકળો થાય છે. આધ્યાત્મિક પુસ્તકો જેવાકે શ્રી રામચરિત માણસ, શ્રી વિષ્ણુ પુરાણ, શ્રીમદ્ ભાગવત, શ્રી ગીતાજી, રામાયણ વગેરેને સાંભળવાથી જટિલ પ્રશ્નો ના ઉત્તરની પ્રાપ્તિ થાય છે જેવા કે લોકો દુઃખી કેમ છે? જીવનનું મૂળભૂત ધ્યેય શું છે? ભગવાન નું અસ્તિત્વ છે ખરું? મૃત્યુ પછી શું? 


શ્રવણ ભક્તિ અંગે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજી માં કહે છે કે, "તમને ગુરુના ચરણોમાં આદર પૂર્વક નમન કરવાથી તત્વજ્ઞાન ની પ્રાપ્તિ થાય છે" (૪.૩૪). એક ગુરુના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય એ શ્રવણ ભક્તિ માટે એક ઇચ્છનીય બાબત કહી શકાય. 


રાજા પરીક્ષિત શ્રવણ ભક્તિ અંગેનું એક સરસ ઉદાહરણ પૂરું પડે છે જેમને શુકદેવ જેવા જ્ઞાની સંત પાસેથી શ્રીમદ્ ભાગવત સાંભળેલું. એનાથી રાજા પરીક્ષિત પર શી અસર પડી? પરીક્ષિતે આના અંતે કહ્યું કે, "હે ગુરુદેવ શુકદેવજી, તમે મને અસ્તિત્વ ની સૌથી ઉંચી સ્થિતિ નો અનુભવ કરાવ્યો છે જ્યાં મને કોઈ પણ બીક નથી. એના પરિણામે હું સંપૂર્ણ પાને શાંત છું. મને મૃત્યુ ની બીક નથી, ભલે એ ગમે તે રૂપ માં મારી સામે આવે. હું સંપૂર્ણ પણે અભય છું." (૧૨.૬.૭) 


૨. કીર્તન: કીર્તન એટલે ગાયન દ્વારા ભગવાન ની દિવ્ય લીલા, નામ વગૅરૅ નું ગુણગાન કરવું, જેમાં સંગીત સાધનોનો તાલબદ્ધ રીતે ઉપયોગ પણ થાય છે. ઘણા ભક્તોની આંખ માં કીર્તન કરતી વખતે હર્ષ ના આસું પણ આવી જતા હોય છે. 


નારદ એ કીર્તન ભક્તિ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમને શ્રાપ મળેલો કે તેઓ એક જગ્યાએ રહી શકશે નહિ. નારદજીએ આ શ્રાપ ને વરદાન ગણીને કહ્યું કે કેવું સારું. હવે હું ત્રણેય લોક માં પ્રભુની લીલાનો (કીર્તન કરતા કરતા) પ્રચાર કરીશ. 


૩. સ્મરણ: ભગવાને શ્રી ગીતાજી માં કહ્યું છે, "જે મારામાંજ બધું જુએ છે, અને બધામાં મને જુએ છે, હું એના માટે હંમેશા હાજર છું અને એ મારી માટે હંમેશા હાજર છે". (૬.૩૦). 


"તેથી કરીને મને હંમેશા હૃદય (મન) માં રાખો, અને જીવનસંગ્રામ માં ઉતારશો, તો તમને ચોક્કસ મારી પ્રાપ્તિ થશે જ". (૮.૭.૮) 


"જે બીજા કશાનો / કોઈનું પણ ચિંતન નથી કરતો પણ માત્ર મારુ સ્મરણ કરે છે, એ મારા સુધી આસાનીથી પહોંચી શકે છે." (૮.૧૪)


શ્રીમદ ભાગવત વધુમાં કહે છે કે, "જે મન લૌકિક વસ્તુઓનું ચિંતન કરે છે તે એમાં જ પરોવાયેલું રહે છે. પણ જે મન સતત મારુ ચિંતન કરે છે તે મારી સાથે એકાકાર થઇ જાય છે". (૧૧૪.૨૭)


અદ્વૈત વેદાંત માં આને જ 'સ્વ' નું ધ્યાન કહેવામાં આવ્યું છે. ભગવાન ના નામ નું સતત સ્મરણ કરવું એટલે સ્મરણ રૂપી ભક્તિ. 

ભગવાનના કોઈ પણ સ્વરૂપ થી સતત સ્મરણ કરતા રહેવાથી ધ્યાન માં વધારો થાય છે, મનના પાપી અથવા અયોગ્ય વિચારો પર કાબુ મળે છે, અને તે આત્માની ચેતનામાં પણ વધારો થાય છે. અને જેમ જેમ આધ્યાત્મિક વિકાસ થાય તેમ આ નામ મનની અંદર સતત બોલાતું રહે છે. નામ લેનાર ઈશ્વરના નામ સાથે એકાકાર થઇ જાય છે. અને એક શાંત મૌન ની અવસ્થા માં પહોંચી જાય છે.

હનુમાનજી હંમેશા રામ નામ લે છે અને આ ભક્તિ ચરિતાર્થ કરે છે. 

શ્રી પ્રહલાદ મહારાજ પણ સ્મરણ ભક્તિનું શ્રેષ્ઠ ઉહારં પૂરું પડે છે. એ સતત પ્રભુ ને યાદ કરતા હતા એટલે એમને સતત બધે પ્રભુજ દેખાતા હતા. જયારે એમના પિતાશ્રીએ એમની હાંસી ઉડાવી કે જો ભગવાન બધે હોય તો આ સ્તંભમા પણ હોવા જોઈએ એમ કહીને સ્તંભ ને લાત મારી. ત્યારે એમાંથી નુરસિંહ ભગવાન પ્રગટ થયા, અને પ્રહલાદ મહારાજની ભક્તિને જાણે એક રીતની માન્યતા આપી. 


૪. પદ સેવા / ચરણ સેવા: ભગવાનના ચરણોની અથવા ગુરુના ચરણોની સેવા કરવી એટલે ચરણ સેવા. જો ગુરુ હાજર ન હોય તો એમની ચરણ પાદુકાની સેવા કરવી. શાબ્દિક અર્થ ઉપર જઈએ તો આનો અર્થ થાય છે કોઈ દિવ્ય વ્યક્તિની જરૂરિયાતો પુરી કરવી અને એમના ચરણ સ્પર્શ કરવા. દરેક જીવિત વ્યક્તિ અને અન્ય જીવિત પક્ષી પ્રાણી કે જેનામાં જીવ માત્ર છે એની સેવા કરવી. 

માતા લક્ષ્મી પ્રભુની ચરણ પાદુકાની સેવાનું એક શ્રેષ્ટ ઉદાહરણ પૂરું પડે છે.

અમુક અંશે રામાયણમાં લક્ષમણજી પણ પ્રભુ રામ ની ચરણ સેવા કરતા રહે છે. 


૫. અર્ચના: ભગવાનની મૂર્તિની સેવા કરવી એ અર્ચના પ્રકારની ભક્તિ માં સમાવિષ્ટ થાય છે. અહીં ભગવાન પાસે આશીર્વાદની વિનંતી કરવામાં આવે છે. સોળ પ્રકારના સંસ્કારથી આ પૂજા કરી શકાય છે. 

શિલ્પ શાસ્ત્ર પ્રમાણે સોળ સંસ્કાર: ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, વેધન, દર્શન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંકર, કર્મ પ્રવેશ, પ્રસ્થાન, અંત્યવિધિ, પિંડીકરણ અને શ્રાદ્ધ. આ પદ્ધતિમાં દેવતા ને નિમંત્રણ આપવામાં આવે છે અને આસાન ગ્રહણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે અને વિધિવત એમને સ્નાન આદિ કરાવવામાં આવે છે, અને એમને પવિત્ર દોરો બાંધવામાં આવે છે. પછી તેમની મૂર્તિ પાર ચંદનનો લેપ લગાવવામાં આવે છે. આ પછી એમને અગરબત્તી, ફૂલ, દીવો, ચોખાના આખા દાણા, સોપારી, પવિત્ર ગંગા જળ વગેરે અર્પિત કરવામાં આવે છે. 

જોકે નિર્ગુણ બ્રહ્મને મનમાં યાદ કરીને પણ એમની પૂજા કરી શકાય છે. ઉપરોક્ત પૂજા બ્રહ્મના સગુણ રૂપની પૂજા છે. એ સગુણ રૂપ શ્રી રામ, શ્રી કૃષ્ણ, માતાજી, મહાદેવ કોઈ પણ સ્વરૂપ હોઈ શકે છે. 

શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે, "મને જે કઈ અર્પણ કરવામાં આવે, એ એક પાંદડું, ફૂલ, ફળ કે પાણી હોય. પણ જો મને એ ભક્તિ પૂર્વક અર્પણ કરવામાં આવે, હું એનો સ્વીકાર કરું છું." (૯.૨૬) 

અર્ચન ભક્તિનું ઉદાહરણ રાજા પૃથુ છે (શ્રીમદ ભાગવત) જેમને નિસ્વાર્થ વૈદિક આહુતિઓ દ્વારા ભગવાન વિષ્ણુને સંતુષ્ઠ કર્યા અને ભગવાને એમને સાક્ષાત દર્શનનો દિવ્ય લાભ આપ્યો હતો. 


૬. વંદન: ભગવાન ની વંદના કરવી, બે હાથ જોડી નમન કરવા / પ્રણામ કરવા એટલે વંદન ભક્તિ. ભીષ્મ મહાભારતમાં આ ભક્તિ શ્રી કૃષ્ણ પ્રત્યે કરતા હતા. હનુમાનજી અને લક્ષમણજી પણ શ્રી રામજી પ્રત્યે આ પ્રકારની ભક્તિ કરતા હતા. કોઈ સંત, ગુરુ અથવા વડીલને વંદન કરવું એ પણ આજ ભક્તિનું સ્વરૂપ મનાશે.


૭. દાસ્ય ભકતી: ભગવાનની નિસ્વાર્થ ભાવે સેવા કરવી, એમની ઈચ્છાઓ પૂર્ણ કરવા જાત ઘસી નાખવી, અને એમની બધીજ આજ્ઞાઓનું કોઈ પણ પ્રશ્ન કર્યા વગર પાલન કેવું એટલે દાસ્ય ભક્તિ. હનુમાનજી આ પ્રકારની ભક્તિનું ઉચ્ચ ઉદાહરણ છે, જેમને પોતાને રામ ભગવાનના દાસ તરીકે જીવન જીવવાનું નકી કરેલું. પોતાની બધીજ ઈચ્છાઓને બાજુ પાર મૂકી માત્ર ને માત્ર સ્વામીની ઈચ્છાઓને પુરી કરવી એટલે દાસ્ય ભક્તિ. પોતાની સંપત્તિ, ક્ષમતાઓ વગેરે ત્યાંજ સુધી કામની છે જ્યાં સુધી એ સ્વામીના કામની હોય. અરે ત્યાં સુધી કે પોતાના શરીર પાર પણ પોતાનો હક પછી અને પેહલા સ્વામીનો હક છે. આથીજ તો શ્રી રામ હનુમાનજી ને કહે છે, "તમે મને લક્ષમણ કરતા પણ વધુ પ્રિય છો". (રામચરિતમાનસ)


૮. સખ્ય ભક્તિ: ભગવાન સાથે મિત્ર ભાવ એટલે સખ્ય ભક્તિ. સખ્ય એટલે ભગવાનની સાથે સતત રહેવાની ઈચ્છા અને માત્ર એમની સાથે વાર્તાલાપ કરવો ગમવું એવી મનો સ્થિતિ. અરે! કોઈ ત્રીજી વ્યક્તિ પણ મિત્રની (ભગવાનની) વાત કરે તો પણ ખુબ ખુશ થઇ જવું એ પણ સખ્ય ભક્તિ નું લક્ષણ છે. શ્રી કૃષ્ણ પોતેજ કહે છે કે તેમનો મિત્ર કોણ છે. "ઓ અર્જુન, તું બંન્ને છો, મારો મિત્ર અને ભક્ત". (શ્રી ગીતાજી ૪.૩). શ્રી કૃષ્ણ દ્રૌપદી ને પણ સખી કહીનેજ સંભોધિત કરે છે. 


૯. આત્મ નિવેદન: પોતાનું સર્વસ્વ, ચલ - અચલ બધુજ, ભગવાનને દ્રઢતા પૂર્વક અર્પણ કરવી દેવું એટલે આત્મનિવેદન. અહીં ભક્ત જીવનમાં આવતી સમસ્યાઓ, જરૂરિયાતો ને માત્ર ને માત્ર ભગવાન પાસે જ માંગે છે (પ્રાર્થના કરે છે). 

ઉદાહરણ સાથે આની પાર વાત કરીશું..

રાજા બલી ને એક નવયુવક બ્રાહ્મણને ભિક્ષા માંગવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું કે મારા ત્રણ પગલાં જેટલી જમીન મને દાનમાં આપો હે રાજન. ભગવાન વિષ્ણુ પોતે જ વામન અવતારમાં આ નવયુવક બ્રાહ્મણ સ્વરૂપે આવેલા. એમના માત્ર અઢી પગલાંમાં આખું બ્રહ્માંડ સમાઈ ગયું! ત્યારે રાજાએ પોતે પોતાનું શીશ ધરીને કહ્યું કે આની પર તમારો પાવન  પગ રાખો હે બ્રાહ્મણ. આમ જુઓતો રાજાએ બધુજ ગુમાવી દીધું. તો શું એમને અફસોસ થયો? ના, એમને કહ્યું, "તમારી કૃપા બદલ આભાર હે પ્રભો! જયારે અમે અમારી સંપત્તિથી (અભિમાનથી) અંધ થઇ જઈએ છીએ, તમે અમારી સંપત્તિ લઇ, અમને અમારી દ્રષ્ટિ પાછી આપો". (શ્રીમદ્ ભાગવતમ ૮.૨૨.૫) 


ટૂંકમાં: આ નવ ભક્તિના પ્રકારો પૂર્ણ રીતે અલગ અલગ નથી. કોઈ પણ વ્યક્તિ એક સાથે બે, ત્રણ કે નવેય પ્રકારની ભક્તિ કરતા હોય તેવું બની શકે. ઉદાહરણ તરીકે હનુમાનજી અથવા માતા શબરી. 


અમુક લોકો એવું પણ મને છે કે આ એક પ્રકારનું વર્ગીકરણ છે જેમાં જેમ જેમ ભક્તિનું સ્તર વધતું જાય, તેમ તેમ ઉચ્ચ પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય છે. જોકે હું વ્યક્તિગત રીતે નથી માનતો કે એક પ્રકારની ભક્તિને બીજા પ્રકારની કોઈ પણ ભક્તિથી વિશેષ હોય.

Popular posts from this blog

An Organizational Behaviour Case Study

Cognitive / Behavioral Biases in Investment Journey- Part - I

Training Needs Analysis and BCG Matrix - A Conceptual Write-Up