રાજ યોગ ભાગ ૧ (ટૂંક પરિચય)
|જય શ્રી રામ| |જય માં ખોડિયાર| રાજ યોગ ભાગ ૧ (ટૂંક પરિચય) [અ] પ્રસ્તાવના: આપણી મૂળભૂત સમજણ એવી છે કે યોગ ના મુખ્ય ત્રણ પ્રકાર છે - ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મ યોગ, જે ત્રણેય ની આપણે અગાઉ વિગત વાર ચર્ચા કરી છે (જોકે તમારે આ અંગે પૂર્ણ રીતે જાણવું હોય તો સર્વપ્રથમ ગીતાજી નો અભ્યાસ કરવો જ પડે). પરંતુ જેમ જેમ મેં (વું એમ આઈ?) થોડો ઘણો અભ્યાસ કર્યો, તેમ તેમ થોડું ઘણું અવનવું જાણવા મળતું રહે છે. હાલ મને એવું જાણવા મળ્યું કે (હું ખોટો હોઈ શકું છું. વાચકોને ખાસ વિનંતી છે કે કોઈ પણ ભૂલ લાગે તો મને ચોક્કસ માહિતી આપશો. હું આપનો જાહેરમાં ઋણ સ્વીકાર કરી, મારી ભૂલ સુધારી લઈશ - જો તમે કાઢેલી ભૂલ ખરેખર ભૂલ હોય તો જ) યોગ ના અલગ અલગ છ પ્રકાર છે (માત્ર ત્રણ નહિ), જે નીચે મુજબ છે: ૧. ભક્તિ યોગ ૨. કર્મ યોગ ૩. જ્ઞાન યોગ ૪. રાજ યોગ ૫. તંત્ર યોગ ૬. હઠ યોગ મને યાદ છે કે મારા કુળદેવી ખોડિયાર માતાના પિતાએ હઠયોગ થકીજ ભગવાન શંકર ને પ્રસન્ન કરેલા અને માતા ખોડિયાર આ લૌકિક વિશ્વમાં પ્રગટ થયેલા. તેથી મને પ્રેરણા મળી કે દર્શન (ફિલસૂફી) પર લખવા માટે થોડા નવા વિષયો મળી ગયા...