હિન્દૂ ધર્મની / ધર્મગ્રંથોની જાણી - અજાણી વાતો
હિન્દૂ ધર્મની / ધર્મગ્રંથોની જાણી - અજાણી વાતો:
- ખોટી માહિતી: હિન્દૂ ધર્મમાં ૩૩ કરોડ દેવી દેવતા છે.
- સાચી માહિતી: હિન્દૂ ધર્મમાં માત્ર ૩૩ પ્રકારના દેવી - દેવતા છે. સંસ્કૃત માં ૩૩ કોટી દેવી દેવતાની વાત લખેલી છે. 'કોટી' નો એક અર્થ 'કરોડ' થાય છે અને બીજો અર્થ થાય છે 'પ્રકાર'! તો સાચું ભાષાંતર છે ૩૩ પ્રકારના દેવી - દેવતા છે. આ ખોટી માહિતી ફેવલામાં આવી છે કે હિન્દૂ ધર્મમાં ૩૩ કરોડ દેવી દેવતા છે! ૩૩ પ્રકારના દેવી દેવતાનું વર્ગીકરણ:
જેમનું વર્ગીકરણ આ પ્રમાણે છે :
૧૨ આદિત્ય, ૧૧ રુદ્ર, ૮ વસુ, ૨ અશિવીની કુમાર. આ બધી અલગ અલગ પ્રકારના અધિકારીઓ હતા એવું સરળ ભાષામાં કહી શકાય.
33 કોટિ દેવી દેવતાનું લિસ્ટ
33 કોટિ દેવી દેવતાની વાત કરવામાં આવે તો તેમાં 8 વસુ, 11 રૂદ્ર, 12 આદિત્ય, ઈંદ્ર અને પ્રજાપતિ શામેલ છે. અનેક સ્થળોએ ઈંદ્ર તથા પ્રજાપતિના સ્થાને બે અશ્વિની કુમારને 33 કોટિમાં શામેલ કરવામાં આવ્યા છે.
8 વસુના નામ- 1. આપ 2. ધ્રુવ 3. સોમ 4. ધર 5. અનિલ 6. અનલ 7. પ્રત્યૂષ 8. પ્રભાષ
11 રુદ્રના નામ- 1. મનુ 2. મન્યુ 3. શિવ 4. મહત 5. ઋતુધ્વજ 6. મહિનસ 7. ઉમતેરસ 8. કાલ 9. વામદેવ 10. ભાવ 11. ધૃત-ધ્વજ
12 આદિત્યના નામ- 1. અંશુમન 2. અર્યમન 3. ઇન્દ્ર 4. ત્વષ્ટા 5. ધાતુ 6. પર્જન્ય 7. પૂષા 8. ભગ 9. મિત્ર 10. વરુણ 11. વૈવસ્વત 12. વિષ્ણુ
- રામાયણ અને મહાભારત એ હિન્દૂ ધર્મ (સનાતન ધર્મ) ના ઐતિહાસિક ગ્રંથ છે. એનો અર્થ થયો કે એ ઘટનાઓ બની હતી. પરંતુ આ ઇતિહાસ વાર્તા સ્વરૂપે આપણને કહેવામાં આવ્યો છે. આ ગ્રંથો આપણને જીવન કેમ જીવવું એની શીખ આપે છે.
- વાલ્મિકી રામાયણમાં સેતુ સિવિલ એન્જિનિરીંગ ના નિયમોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. પથ્થર પર રામનામ લખી એમને દરિયાના પાણીમાં નાખતાંજ એ તરવા મંડ્યા એવી વાત વાલ્મિકી રામાયણમાં લખેલી નથી. વાલ્મિકી રામાયણમાં સેતુ બાંધવાની પ્રક્રિયાને એક પ્રોજેક્ટ તરીકે દેખાડવામાં આવી છે જેમાં મોટા મોટા વૃક્ષો વગેરેને બાંધીને, ભેગા કરીને સેતુ બાંધવામાં આવ્યો હતો.
- મામા શકુની લંગડા નહોતા!
- મૂળભૂત વેદવ્યાસ મહાભારત પ્રમાણે દ્રૌપદીએ દુર્યોધનને કદી પણ આંધળાનો પુત્ર આંધળો એવું નહોતું કહ્યું. એ ત્યાં હાજર જ ન હતા.
- મહાભારતમાં ૪૭ લાખ યોદ્ધાઓના મૃત્યુ થયા હતા. યુદ્ધના અંતે માત્ર ૧૧ યોદ્ધાઓ જીવિત હતા - શ્રી કૃષ્ણ, પાંચ પાંડવો, સાત્યકિ, કૃતવર્મા, કૃપાચાર્ય, યુયુત્સુ, અને અશ્વથામા. વૃષકેતુ, કર્ણનો દીકરો, જે યુદ્ધ પછી જીવિત હતો, એને અર્જુને તાલીમ આપી અને અંગ દેશનો રાજા બનાવ્યો હતો.
- बृहद्बल: રામના એ વંશજ, જે મહાભારતમાં દુર્યોધન તરફથી લડેલા, અને જેમનો વધ અભિમન્યુના હાથે ચક્રવ્યૂહમાં થયો હતો.