મેલડી માતાની વાર્તા
|| જય માં ખોડિયાર||
|| જય સિયા રામ ||
મેલડી માતાની વાર્તા
સતયુગ પૂરો થયો ત્યારની આ વાત છે. એક અકલ્યાણકારી રાક્ષસ, જેનું નામ અમરુવા હતું,અને જેણે ખુબ ચતુરાઈ પૂર્વક માણસનું સ્વરૂપ ધારણ કરેલું, એણે ભગવાન શિવનું પ્રચંડ તપ કર્યું. હજારો વર્ષો સુધી એને કરેલા તપથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને એનું મનોવાંછિત વરદાન આપ્યું કે કોઈ પણ માણસના હાથે એનું મૃત્યુ નહિ થાય.
એ માયાવી હતો અને મહાપ્રતાપી પણ. એને ઘણા વરદાનો અને શક્તિ પ્રાપ્ત હતા. એના અત્યાચારથી જગત આંખમાં હાહાકાર મચી ગયો. એને દેવતાઓને પણ મહાસંગ્રામમાં હરાવ્યા. દેવોએ માતા જગદમ્બાની સ્તુતિ કરી. સિંહ પર સવાર માતા જગદંબાએ સાક્ષાત દેવોને દર્શન આપ્યા. દેવોની આપવીતી સાંભળી એમણે નવ રૂપ ધારણ કર્યા. એમની સાથે દસ મહાવિદ્યા અને અન્ય શક્તિઓ પણ પ્રગટ થઇ. દૈત્યો સાથે પાંચ હાજર વરસ યુદ્ધ ચાલ્યું.
પોતાના જીવ પર સંકટ આવતો જોઈ અને પોતાની હાર નિશ્ચિત જાણી, અમરુવા રાક્ષસ એક મૃત ગાયના હાડ પિંજરમાં શરણ લીધી. એની અવધારણા હતી કે આમ કરવાથી દેવીઓ એની નજીક નહિ આવે. કારણકે મૃત ગાયનું શરીર અશુભ માનવામાં આવેછે, તેથી કરીને બધી દેવીઓ એનાથી થોડે દૂર ઉભી રહી ગઈ. અને એ ગાયના હાડપિંજર માંથી જો રાક્ષસને બહાર કાઢવામાં નો આવે તો એનો વધ શક્ય ન હતો. અને હાડપિંજરની અંદર જવું પણ શક્ય ન હતું. આના કારણે દેવીઓ મજબૂરીમાં હાથ રગડવા લાગી. આનાથી એમની હથેળીમાં ઉર્જાનો સંચાર થતા એમાંથી મેલ બાર આવ્યો. અન્ય એક વર્ણન એવું પણ છેકે બધી દેવિયોએ પોતાના શરીર માંથી ધૂળ અને મૃત ચામડી બહાર કાઢી નાખી.
આ પ્રક્રિયામાંથી એક દેવી પ્રગટ થયા. એ પાંચ વરસની બાળકી રૂપે પ્રગટ થયા હતા.
આ પાંચ વરસની બાળકીના રૂપમાં દેવી એ પૂછ્યું કે શા માટે એમનું આહવાન કરવામાં આવ્યું છે? જયારે દેવીઓએ એ કન્યાને બધી વાત કરી તો એ કન્યાએ ગાયના મૃત શરીરમાં પ્રવેશ કર્યો, જ્યાં અમરુવા રાક્ષસ છુપાયેલો હતો.
માતાને ગાયના શરીરમાં આવેલી જોઈ એ હતપ્રભ થયેલો રાક્ષસ સાયલા સરોવરમાં એક કીડાના રૂપમાં જઈને છુપાઈ ગયો. પણ બાળકીના સ્વરૂપમાં પ્રગટ થયેલી માટે ત્યાં સરોવરમાં પહોંચીને એનો વધ કરી નાખ્યો.
હવે કન્યાએ માતા ઉમાને પૂછ્યું કે મારુ નામ, ધામ અને કામ શું છે?
માતા ઉમિયાએ આ કન્યાને માતા ચામુંડા પાસે મોકલી આપ્યા. સત્યની હંમેશા પરીક્ષા થતી હોય છે. ચામુંડા માટે એ કન્યાને કામરૂપ કામાખ્યા પર વિજય મેળવવા મોકલી આપી. માતા ચામુંડાને ખબર હતી કે કામાખ્યા એ જાદુ, અને આસુરી શક્તિઓની સિદ્ધ સ્થળો છે. જો એ ત્યાંથી જીતીને આવશે તો એમની વાસ્તવિક શક્તિનું આંકલન થશે. અને પછી એ મુજબજ નામ, ધામ અને કામ સોંપી શકાશે.
કન્યાએ કામરૂપના દ્વાર પાર લાગેલા પહેરાદર ને ધવસ્થ કરી નાખ્યો. મુખ્ય પહેરેદાર નૂરીયા મસાનને હરાવી દીધો. કામાખ્યા નગરીમાં પ્રવેશતા એમણે જોયું કે ત્યાં બધા લોકો તંત્ર, મંત્ર, કાળી વિદ્યામાં લિન હતા. એમને થયું કે આ બધું સમજવામાં અમૂલ્ય સમય બગડી જશે. તો આ બધાને પ્રવાહી બનાવી એમને એક બોટલમાં ભરી દીધા!
ભૂત, પ્રેત, જિન, મસાન, મન્ત્રિક, તાંત્રિક, વગેરેનો બકરો બનાવી, એના પર બેસી હાથમાં બોટલ લઇ તેઓ બહાર આવી ગયા.
અને એ જયારે ચામુંડા પાસે પહોંચ્યા તો શું દેવતા ને શું દાનવ, બધાએ એમનો જયનાદ કર્યો.
ચામુંડા માટે કહ્યું કે જે વિદ્યાનો પ્રયોગ બીજાને દુઃખી કરવા થાય, એને મેલી વિદ્યા કહેવાય.
તમે મેલી વિદ્યા પર વિજય મેળવી છે અને બધી દેવીઓ (શક્તિઓ) એ હાથ ઘસ્યા ને જે મેલ ઉત્પન્ન થયો એમાંથી તમારી ઉત્પત્તિ થઇ છે. તેથી કરીને તમારું નામ મેલડી માતા રહેશે.
તમારું સ્વરૂપ કળિયુગની મહાશક્તિના રૂપમાં થયું છે. કળિયુગના વિકારt, જેવા કે મેલ, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સરનો નાશ કરવા વાળી શક્તિના રૂપે તમારી પૂજા થશે. તમને બધા મેલડી માડીના નામથી જાણશે અને પૂજશે. તમે બધા જ દુષ્ટોને બકરા બનાવી દીધા છે. તેથી તે જ તમારું વાહન થશે. સંસ્કૃતમાં બકરા ને અજ કહે છે. અજ નો એક અર્થ બ્રમ્હાણ્ડ પણ થાય છે. જેથી કરીને તમે બકરા અને બ્રમ્હાણ્ડ પર બિરાજવા વાળી આદિ શક્તિ છો. સૌરાષ્ટ્રની ભૂમિ તમારું કાયમી સ્થાન રહેશે.
પરંતુ તાત્વિક રૂપમાં સમસ્ત દેહધારીયોની જીવની શક્તિ રૂપે સમસ્ત શ્રુષ્ટિ માત્રમાં તમારું સ્થાન રહેશે. કળિયુગમાં બકરા પર સવાર માતા મેલડીના નામે તમારી ઘરે ઘરે પૂજા થશે.
માતા મેલડીના મુખમાં મમતા, નેત્રોમાં કરુણા, અને હૃદય માં પ્રેમ છે. એ અષ્ટભુજી (આઠ ભુજાઓ) રૂપમાં દર્શન આપે છે. આઠેય ભુજાઓમાં એસ્ટ્રા શાસ્ત્ર છે જેને નિમ્નવત કહેવામાં આવે છે.
એક માં બોટલ
બીજા માં ખંજર
ત્રીજામાં ત્રિશૂળ
ચોથામાં તલવાર
પાચમામાં ગદા
છઠ્ઠા માં ચક્ર,
સાતમા માં કમળ
આઠમા માં અભય
|| જય માં ખોડિયાર||
|| જય સિયા રામ ||