જ્ઞાન યોગ
।।જય શ્રી રામ ।। જ્ઞાન યોગ જ્ઞાન યોગ એટલે બૌદ્ધિક દ્રષ્ટિએ કૈક શીખવું એવો શાબ્દિક અર્થ વાળો યોગ નહિ. અહીં જ્ઞાન એટલે બ્રહ્મ (બ્રમ્હા, વિષ્ણુ, મહેશ વાળા બ્રમ્હા નહિ - બ્રહ્મ એટલે મૂળ વાસ્તવિકતા અથવા રૂપ, ગૂણ અને રૂપ રહિત ઈશ્વર નું સ્વરૂપ જેની સારી એવી વાત જગદ ગુરુ આદિ શંકરાચાર્યજી એ કરી હતી - જેને ટૂંકમાં આપણે અંતિમ વાસ્તવિકતા સ્વરૂપે વ્યાખ્યાયિત કરીશું), આત્મા અને તેમના સંબંધ / એકતા ની વાત સમજવાનો પ્રયત્ન (દા.ત.એ બંને કેવી રીતે અલગ જણાવા છતાં એક જ છે). જ્ઞાન યોગ એટલે "હું કોણ છું?" અને "હું શું છું?" જેવા પ્રશ્નોનો જવાબ ગોતવો. ભક્તિ હૃદયથી થાય છે. ભક્તિ પ્રેમ થકી થાય છે. જયારે જ્ઞાન માર્ગી તર્ક, બુદ્ધિ અને જ્ઞાન નો ઉપયોગ કરી શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક, શું કાયમી છે અને શું સતત બદલાઈ રહ્યું છે , જેવા વિષયો પાર્ક ચિંતન કરે છે. જ્ઞાન માર્ગીઓ સામાન્યતઃ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોને વરેલા હોય છે. એમના માટે માત્ર બ્રહ્મ જ એક અંતિમ વાસ્તવિકતા હોય છે અને જગત મિથ્યા હોય છે. ભક્તિ માર્ગે ચાલનારા લોકો ભગવાન અને પોતાને અલગ અલગ માને છે. એમના માટે ભગવાન સાથેનો એમનો સંબંદ ...