ભક્તિ યોગ અને એના માનસિક સ્વાથ્ય સાથે જોડાયેલા ફાયદાઓ
।જય માં ખોડિયાર।
।જય શ્રી સીતા રામ।
ભક્તિ યોગના માનસિક સ્વાથ્ય સાથે જોડાયેલા ફાયદા: (નીચે લખેલ વાતોનો આધાર આ લેખ છે: Bhakti Yoga: Origin, Benefits, and Methods of Practice (healthline.com))
જોકે ઘણા લોકો એ સાચુ જ કે છે કે ભક્તિ તો શરતો અને અપેક્ષાઓ વગરની જ હોવી જોઈએ, પણ જો સાચા હૃદયથી કરાતી ભક્તિના થોડા ફાટ્યા સ્વાસ્થ્ય માટે સારા હોય તો એમાં ખોટું શું છે?
અહીં એવા થોડા ફાયદાઓની વાત કરું છું:
1. સારો મિજાજ (મુડ): ભક્તિ, ખાસ કરીને સમૂહ ભજન જેવી ભક્તિ કરવાથી મિજાજ સારો થાય છે. એનાથી માનસિક સ્વાસ્થ્ય પર સારી અસરો જોવા મળે છે.
2. હકારાત્મકતા માં વધારો: ભક્તિ કરતા લોકો સામાન્ય રીતે પોતાની ભક્તિમાં એટલા મશગુલ હોય છે કે એમને બીજાની વાતોની કઈ ખાસ અસર થતી નથી. પ્રાર્થનામાં હકારાત્મકતા છુપાયેલી છે. આ વાત ઘણા બધા સંશોધનોમાં પણ જોવા મળી છે.
3. તાણ મુક્ત જીવન: જોકે આ અંગેનું સંશોધન હજી પૂરતું નથી, પણ જેટલું પણ છે તે એ વાત તરફ ઈશારો કરે છે કે ભક્તિથી તાણ (સ્ટ્રેસ) માં ઘટાડો થાય છે.
4. એકાગ્રતામાં વધારો: ભક્તિ કરનાર લોકો પોતાની એકાગ્રતામાં વધારો કરી શકે છે. તેઓ ચિંતા પાર ઓછું ધ્યાન આપે છે અને પોતાના લક્ષ ને વધુ સારી રીતે સાધી શકે છે.
5. પીડામાં ઘટાડો: પ્રેમ યુક્ત ભક્તિની કવિતાઓ લખવી, વાંચવી કે ગાવી એ પીડામાં ઘટાડો કરે છે એવું અમુક સંશોધનોમાં સાબિત થયું છે.
6. આનંદ મંગલ: જે લોકો ભક્તિ કરે છે તેઓ હંમેશા આનંદમાં રહે છે. એક રીતે તેઓ પરમાનંદમાં પણ રહે છે.
ટૂંકમાં સાચી ભક્તિ કરતા લોકોને માનસિક સ્વાસ્થ્ય અંગે બીજું કઈ ખાસ કરવું પડતું નથી. તેઓ હંમેશા માનસિક રીતે સ્વાસ્થ્ય રહેતા હોય છે. જો કે સાચી ભક્તિ કરવી એ સહેલું કામ નથી. કદાચ એટલે માતા શબરી, હનુમાનજી, વિવેકાનંદજી, મીરાંબાઈ,નરસિંહ મેહતા વગેરે ભક્તોને વિશ્વ આજે પણ ભગવાન જેટ્લુ જ માંન આપે છે.
।જય માં ખોડિયાર।
।જય શ્રી સીતા રામ।